સૂપ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સૂપ એ એક પ્રવાહી ખોરાક છે, જે સામાન્ય રીતે ગરમ અથવા હૂંફાળું પીરસવામાં આવે છે (પરંતુ તે ઠંડુ પણ હોઈ શકે છે). આ વાનગી માંસ અથવા શાકભાજીના ઘટકો વાપરી બનાવેલા સ્ટોક, દૂધ અથવા પાણી સાથે મેળવીને બનાવવામાં આવે છે. ગરમ સૂપમાં વાસણમાંના પ્રવાહીમાં સૂપના ઘન ઘટકોને તેના ઘટકોના સ્વાદો બહાર ન આવે ત્યાં સુધી ઉકાળી સૂપ બનાવવામાં આવે છે. સૂપ કાંજી કે સ્ટયૂ જેવા જ હોય છે, અને કેટલાક કિસ્સાઓમાં બંને વચ્ચે સ્પષ્ટ ભેદ ન પણ હોય; જો કે, સૂપ સામાન્ય રીતે સ્ટયૂ કરતાં વધુ પાતળું હોય છે.
પરંપરાગત ફ્રેન્ચ રાંધણકળામાં, સૂપને બે મુખ્ય જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પાતળા સૂપ (ક્લીયર સૂપ) અને જાડા સૂપ (થીક સૂપ). ફ્રેન્ચ વર્ગીકરણમાં બાઉલન અને કોન્સોમ એ પાતળા સૂપના ઉદાહરણો છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]સૂપના અસ્તિત્વના પુરાવા લગભગ ઈ. પૂ. ૨૦,૦૦૦માં મળી આવ્યા છે. પાત્ર કે વાસણની શોધ નહોતી થઈ (જે સૌ પ્રથમ કદાચ માટીના વાસણોના રૂપમાં આવી) ત્યાં સુધી ઉકાળવું એ રસોઈની સામાન્ય તકનીક ન હતી. આ પહેલા પાત્ર કે વાસણ તરીકે પ્રાણીઓના ચામડા અથવા બરૂની છાલ વડે બનાવેલી પાણીચુસ્ત ટોપલીઓનો ઉપયોગ થતો હતો. આ સમય દરમ્યાન પાણીને ઉકાળવા માટે ગરમ ખડકોનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિનો ઉપયોગ એકોર્ન અને અન્ય છોડને રાંધવા માટે પણ થતો હતો.
સૂપ એ શબ્દ ફ્રેંચ ભાષના સૂપે (soupe) શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જ્યાં આ શબ્દ કનિષ્ઠ લેટિનના જર્મનીઆક સ્રોત શબ્દ સુપ્પા (suppa) પરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ [બ્રોથ (ઓસામણ કે કાંજી)માં બોળેલો પાંઉ] માટે વપરાતો. તે જ સ્રોતમાંથી સોપ (sop) શબ્દ પણ ઉતરી આવ્યો છે જેનો અર્થ પણ સૂપમાં કે જાડા સ્ટ્યૂમાં બોળેલો પાઉંનો ટુકડો થાય છે.
વ્યાપારી ઉત્પાદનો
[ફેરફાર કરો]૧૯મી સદીમાં કેનિંગની શોધ સાથે તૈયાર સૂપ લોકપ્રિય બન્યો અને આજે બજારમાં તૈયાર અને સૂકા સૂપની વિશાળ વિવિધતા ઉપલબ્ધ છે.
કેનમાં વેચાતા સૂપ
[ફેરફાર કરો]તૈયાર સૂપને સાંન્દ્રીત (કન્ડેન્સ) કરી શકાય છે, આવા સૂપમાં પાણી (અથવા ક્યારેક દૂધ ) ઉમેરીને ખાવા માટે તૈયાર કરવામાં આવે છે અમુક બીજા પ્રકારના સૂપ "રેડી-ટુ-ઈટ" હોય છે, તેને વાપરતા પહેલા કોઈ વધારાના પ્રવાહી વગેરે ઉમેરવાની જરૂર પડતી નથી. કન્ડેન્સ્ડ સૂપ (૧૮૯૭માં કેમ્પબેલ સૂપ કંપનીના રસાયણશાસ્ત્રી જ્હોન ટી. ડોરેન્સ દ્વારા શોધાયેલ ), સૂપને નાના ડબ્બામાં પેક કરી અન્ય તૈયાર સૂપ કરતાં ઓછી કિંમતે વેચવાની સુવિધા આપે છે. આવા સૂપમાં સામાન્ય રીતે એક કેન ભરીને પાણી અથવા દૂધ ઉમેરી તેને કદમાં બમણું કરવામાં આવે છે, તે લગભગ યુ. એસ. ના ૧૦ આઉન્સ એટલે કે ૩૦૦મિલી જેટલું હોય છે. તૈયાર ("રેડી-ટુ-ઈટ") સૂપમાં વાસ્તવમાં કંઈપણ રાંધવાની કડાકૂટ વગર સીધા રસોડાના સ્ટવ પર અથવા માઇક્રોવેવ ઓવનમાં કેનની સામગ્રીને ગરમ કરીને તૈયાર કરી શકાય છે. આવા સૂપનો ઉપયોગ ઘરે તૈયાર કરાતા સૂપના આધાર ઘટક તરીકે થઈ શકે છે, જેમાં રસોઈ કરનાર થોડા શાકભાજીથી લઈને ઈંડા, માંસ, ક્રીમ અથવા પાસ્તા જેવા કોઈપણ ઘટકો ઉમેરી શકે છે.
૧૯૯૦ ના દાયકાથી, તૈયાર સૂપનું બજાર વધ્યું છે, જેમાં બિન-કન્ડેન્સ્ડ સૂપનું વેચાણ "રેડી-ટુ-ઈટ" તરીકે કરવામાં આવે છે, જેને તૈયાર કરવા માટે કોઈ વધારાના પ્રવાહીની જરૂર પડતી નથી.[સંદર્ભ આપો] [ સંદર્ભ આપો ] માઇક્રોવેવેબલ બાઉલ્સે "રેડી ટુ ઈટ" તૈયાર સૂપ માર્કેટને વધુ વિસ્તૃત કર્યું છે, જે લોકપ્રિય લંચની વસ્તુઓને સરળતાથી બનાવવાની સગવડ આપે છે (ખાસ કરીને કાર્યસ્થળોમાં). વધુ પડતા મીઠાના સેવનથી સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરો અંગેની ચિંતાના પ્રત્યુત્તરમાં, કેટલાક સૂપ ઉત્પાદકોએ લોકપ્રિય સૂપના ઓછું-મીઠું ધરાવતા સંસ્કરણો રજૂ કર્યા છે.
આજે, કેમ્પબેલ્સ ટોમેટો (૧૮૯૭માં રજૂ કરાયેલ), ક્રીમ ઓફ મશરૂમ અને ચિકન નૂડલ (૧૯૩૪માં રજૂ કરાયેલ) એ અમેરિકાના ત્રણ સૌથી લોકપ્રિય સૂપ છે. એકલા અમેરિકનો દર વર્ષે આ ત્રણ સૂપના આશરે ૨.૫ અબજ બાઉલ ખાઈ જાય છે. [૧] સૂપની અન્ય લોકપ્રિય બ્રાન્ડ્સમાં પ્રોગ્રેસોનો સમાવેશ થાય છે.
પ્રકારો
[ફેરફાર કરો]ફ્રેન્ચ રાંધણકળામાં, સૂપ પ્રાયઃ ભોજનમાં અન્ય વાનગીઓ પહેલાં પીરસવામાં આવે છે. ૧૯૭૦ માં, રિચાર્ડ ઓલ્નીએ ફ્રેન્ચ સંપૂર્ણ મેનૂમાં એન્ટ્રીનું સ્થાન આપતા કહ્યું કે: "એક રાત્રિભોજન સૂપથી શરૂ થાય છે અને ત્યાર બાદ તેમાં માછલીના કોર્સ, એન્ટ્રી, શરબત, રોસ્ટ, સલાડ, ચીઝ અને ડેઝર્ટ જેવી વાનગીઓ વારા ફરતે પીરસાય છે અને તે પછી કદાચ ત્રણથી છ વાઇન આવે છે, જે સંવાદિતા (ઓર્કેસ્ટ્રેશન)ની ખાસ સમસ્યા દર્શાવે છે."
મીઠાઈ તરીકે
[ફેરફાર કરો]- ચે, એ ખાંડ અને નાળિયેરનું દૂધ ધરાવતું વિયેતનામી ઠડું ડેઝર્ટ સૂપ છે, જેમાં તારો, કસાવા, અડઝુકી બીન, મગની દાળ, ફણસ અને ડ્યુરિયન સહિત અન્ય ઘટકો હોય છે.
- ગીનાતાન, એ નારિયેળનું દૂધ, ફળો અને સાબુદાણામાંથી બનાવેલ ફિલિપિનો સૂપ છે જેને ગરમ અથવા ઠંડો પીરસવામાં આવે છે
- શિરુકો, એ જાપાનીઝ અઝુકી બીન સૂપ છે
- ટોંગ સુઇ, એ ચીની ભાષાનો મીઠા સૂપ માટેનો સામૂહિક શબ્દ છે.
- સોવાઈન, એ દૂધ, મસાલા, સૂકા વર્મીસીલી, બદામ અને સૂકા મેવાઓથી બનેલો સૂપ છે, ત્રિનિદાદ અને ટોબેગોમાં ઈદ ઉલ-ફિત્રના મુસ્લિમ તહેવાર દરમિયાન તે ખાવામાં આવે છે.
- ચાઈનીઝ ડેઝર્ટ સૂપમાં ડુહુઆ અને કાળા તલના સૂપનો સમાવેશ થાય છે
ફળો
[ફેરફાર કરો]ફળોના સૂપમાં પ્રાથમિક ઘટક તરીકે ફળનો ઉપયોગ કરવામાં આવે છે, અને બનાવટના આધારે તેમણે ગરમ અથવા ઠંડા પીરસી શકાય છે. ફળોના સૂપના ઘણા પ્રકારો છે, અને તે મોસમી ફળોની ઉપલબ્ધતાના બનાવવામાં આવતા હોય છે.
ઠંડા સૂપ
[ફેરફાર કરો]ઠંડા સૂપ એ પરંપરાગત સૂપનો એક વિશિષ્ટ પ્રકાર છે, જેમાં પીરસતી વખતે સૂપને ઓરડાના તાપમાને અથવા તેનાથી ઓછું રાખવામાં આવે છે. આ સૂપ મીઠા અથવા ખારા હોઈ શકે છે. ઉનાળામાં, મીઠા ઠંડા સૂપ ડેઝર્ટ ટ્રેનો ભાગ બની શકે છે. ગાઝપાચો એ ખારા ઠંડા સૂપનું ઉદાહરણ છે, આ મૂળે સ્પેનનું ઠંડુ શાકભાજી આધારિત સૂપ છે. વિચીસોઇસ એ બટાકા, લીક અને ક્રીમની ઠંડી પ્યુરી છે.
એશિયન
[ફેરફાર કરો]પૂર્વ એશિયન સૂપમાં ટોફુનો વપરાશ એ એક વિશેષતા છે જે સામાન્ય રીતે પશ્ચિમી વાનગીઓમાં જોવા મળતી નથી. ઘણા પરંપરાગત પૂર્વ એશિયાઈ સૂપ સામાન્ય રીતે બ્રોથ જેવા, "ક્લીયર સૂપ" અથવા સ્ટાર્ચથી જાડા સૂપ હોય છે.
પરંપરાગત પ્રાદેશિક જાતો
[ફેરફાર કરો]- અગુઆડિટો એ પેરુનો લીલો સૂપ છે. જ્યારે તેને ચિકન સાથે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેને અગુઆડિટો ડી પોલો કહેવામાં આવે છે. તેમાં પીસેલા, ગાજર, વટાણા, બટાકા, અજી અમરિલો, અન્ય માંસ જેમ કે મરઘી, છીપ અથવા માછલી વગેરે પણ ઉમેરવામાં આવે છે, આ સૂપ હેંગઓવરને દૂર કરી શકે છે.
- આસોપાઓ એ પ્યુર્ટો રિકોનો ખૂબ જ લોકપ્રિય ચોખાનો સૂપ છે. જ્યારે ચિકન સાથે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેને અસોપો ડી પોલો તરીકે ઓળખવામાં આવે છે.
- અજિયાકો એ કોલંબિયાનું ચિકન સૂપ છે.
- અવગોલેમોનો એ લીંબુ અને ઇંડા સાથેનો ગ્રીક ચિકન સૂપ છે. તેને ચટણી તરીકે પણ વાપરવામાં આવે છે.
- બાન્હ કેન્હ એ વિયેતનામી ઉડોન નૂડલ સૂપ છે. બાન્હ કેન્હ કુઆ (કરચલા ઉડોન સૂપ), બાન્હ કેન્હ ચા કા ( ફિશ કેક ઉડોન સૂપ) તેના અન્ય લોકપ્રિય પ્રકારો છે.
- બર્ડ્સ નેસ્ટ સૂપ એ ચીની રાંધણકળાનો એક સ્વાદિષ્ટ સૂપ છે.
- બિસ્ક એ જાડું, મલાઈ જેવું, ખૂબ જ પકવેલું સૂપ છે, જે શાસ્ત્રીય રીતે શુદ્ધ ક્રસ્ટેશિયન્સનું, ફ્રેન્ચ મૂળનું સૂપ છે.
- બોર્શટ એ બીટનું સૂપ છે: મૂળ પૂર્વી યુરોપનું સૂપ છે. યુક્રેનની માં તેને કોબી સાથે અને પોલેન્ડમાં તેને મશરૂમ્સ સાથે મેળવી બનાવવામાં આવે છે
- Bouillabaisse એ માર્સેલીનું માછલીનું સૂપ છે, જે અન્ય ભૂમધ્ય પ્રદેશોમાં પણ બનાવવામાં આવે છે; કેટાલોનિયામાં તેને બુલેબેસા કહેવામાં આવે છે.
- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;Campbells history
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી