લખાણ પર જાઓ

મે ૨૯

વિકિપીડિયામાંથી

૨૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૪૫૩ – કોન્સ્ટેન્ટીનોપલનું પતન: સુલતાન મહેમદ દ્વિતીય ફાતિહની આગેવાની હેઠળની ઓટ્ટોમન સેનાએ ૫૩ દિવસની ઘેરાબંધી પછી કોન્સ્ટેન્ટીનોપલ પર કબજો કર્યો અને બાઇઝેન્ટાઇન સામ્રાજ્યનો અંત આવ્યો.
  • ૧૬૫૮ – સમુગઢની લડાઈ: મુઘલ સમ્રાટ શાહજહાંના પુત્રો વચ્ચે મુઘલ સામ્રાજ્યના ઉત્તરાધિકાર માટેની નિર્ણાયક લડાઈ.
  • ૧૮૦૭ – મુસ્તફા ચોથા ઓટ્ટોમન સામ્રાજ્યના સુલતાન અને ઇસ્લામના ખલીફા બન્યા.
  • ૧૮૮૬ – ફાર્માસિસ્ટ જ્હોન પેમ્બર્ટને કોકા કોલાની પ્રથમ વિજ્ઞાપન એટલાન્ટા જર્નલમાં પ્રકાશિત કરી.
  • ૧૯૧૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતની કસોટી આર્થર એડિંગ્ટન અને એન્ડ્રુ ક્લાઉડ ડી લા ચેરોઇસ ક્રોમેલિન દ્વારા કરવામાં આવી.
  • ૧૯૫૩ – એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગેએ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું.
  • ૧૯૬૪ – પેલેસ્ટાઇનના પ્રશ્ન પર ચર્ચા કરવા માટે પૂર્વ જેરુસલેમમાં આરબ સંઘની બેઠક મળી, જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (Palestinian Liberation Organization)ની રચનાની પહેલ કરવામાં આવી.
  • ૧૯૯૯ – અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]