દિવસ
દેખાવ
દિવસના વિવિધ ભાગમાં મેનહટ્ટનની છબીઓ
દિવસ એ સમયનો એક એકમ ગણાય છે. પૃથ્વી જ્યારે પોતાના અક્ષ કે ધરી પર પૂરેપુરું એક ચક્કર પૂર્ણ કરે તે સમયને એક દિવસ કહેવામાં આવે છે. પૃથ્વી પોતાના અક્ષ પર સરેરાશ ૨૪ કલાક (૮૬,૪૦૦ સેકન્ડ) જેટલા સમયમાં એક ચક્કર પૂર્ણ કરે છે અર્થાત એક દિવસના ૨૪ (ચોવીસ) કલાક હોય છે.
હિંદુ કાળગણના અનુસાર એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો સમય એક દિવસ ગણવામાં આવે છે, જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરમાં રાત્રે બાર વાગ્યાથી બીજી રાતના બાર વાગ્યા સુધીના સમયને એક દિવસ ગણવામાં આવે છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |