લખાણ પર જાઓ

ચેરી

વિકિપીડિયામાંથી
પ્રૂનસ પેડસ, પક્ષી ચેરી
પ્રૂનસ એવીયમ, જંગલી ચેરી, અથવા મીઠી ચેરી

ચેરીએ પ્રૂનસ પ્રજાતિના વૃક્ષનું ફળ છે. આ નરમ ગર ધરાવતું બોર જેવું ફળ છે. ખાવામાં કે વ્યવસાયિક ધોરણે વપરાતું ચેરી ફળ પ્રાય: બહુ મર્યાદિત પ્રજાતિના વૃક્ષો માંથી મેળવવામાં આવે છે. મોટે ભાગે તેઓ પ્રૂનસ એવીયમ એટલે કે જંગલી ચેરી તરીકે ઓળખાતી પ્રજાતિના હોય છે. ચેરી શબ્દનો ઉલ્લેખ ચેરીના વૃક્ષ, બદામ અને દેખાવે ચેરી વૃક્ષ જેવા પ્રૂનસ પ્રજાતિના વૃક્ષો ને બતાવવા થાય છે દા. ત ચેરી બ્લોસમ કે ઓર્નામેંટલ ચેરી વગેરે.

વનસ્પતિશાસ્ત્ર

[ફેરફાર કરો]

વનસ્પતિશાસ્ત્ર

[ફેરફાર કરો]

ચેરી એ સિરેસસ પ્રજાતિનું એક ફળ છે. આના ફૂલો ગુચ્છામાં ઉગે છે. આના ફળોની છાલ લીસે હોય અને ક્યારેક તેની એક બાજુએ ખાંચો હોય છે. આ વૃક્ષ ઉત્ત્ર ગોળાર્ધના સમષીતોષ્ણ વિસ્તારોમાં ઉગે છે. તેમની બે પ્રજાતિ અમેરિકાની , ત્રણ પ્રજાતિ યુરોપની અને બાકીની પ્રજાતિઓઓ એશિયાની છે. કાધ્ય ચેરી સિવાયના અન્ય ચેરીના વૃક્ષો પેડસ પ્રજાતી કે પક્ષી ચેરી પ્રજાતિના હોય છે. ઓછઓ પ્રકરશ પામતાં ચેરીનાઅ વૃક્ષોના પાંદડા પહોળા હોય છે જેથી તેઓ વધુ પ્રકાશ ગ્રહણ કરી શકે. વધુ પ્રકાશ મેળવનારા ચેરીના ચૃક્ષોના પાંદડા જાડાં હોય છે અને તેઓ વધુ પ્રકાશ સંષ્લેશણ કરે છે []

મોટા ભાગની ખાદ્ય ચેરીઓ બે પ્રજાતિની હોય છે - પ્રુનસ એવીયમ (જંગલી ચેરી કે મીઠી ચેરી) અને પ્રુનસ સીરેસસ (ખાટી ચેરી)

ઇતિહાસ

[ફેરફાર કરો]

વ્યૂત્પત્તિ અને પ્રાચીનતા

[ફેરફાર કરો]

આ ફળ સમગ્ર યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રીકાને આવરી લેતા ક્ષેત્રનું વતની ગણાય છે. આ ક્ષેત્રોમાં પ્રાગૈતિહાસિક કાળથી આ ફળનું સેવન થતું આવ્યું છે. વાવેતર કરીને ઉગાડાવામાં આવતી ચેરીને રોમમાં લ્યુકલસ દ્વારા ઉત્તરપૂર્વી એનાટોલિયા આજનું ટર્કી કે તુર્કસ્તાનથી લવાઈ હોવાનું મનાય છે. ઈ.પૂ. ૭૨માં આ સ્થળને પોન્ટસ તરીકે ઓળખાતું.[]

અંગ્રેજ રાજા હેન્રી ૮મા એ ચેરીને ફ્લૅન્ડર્સમાં ચાખી હતી ત્યાર બાદ તેઓ ચેરીને ઇંલ્ગેડમાં લઈ આવ્યાં હતાં તેમણે કેન્ટમાં સીટિંગબોર્ન નજીકના ટેનહેમમાં આનું વાવેતર કરાવ્યું હતું. [][][]

અંગેજી શબ્દ ચેરી ફ્રેન્ચ સેરાઈઝ અને સ્પેનિશ સેરેઝા જેવા શબ્દો શાસ્ત્રીય ગ્રીક થકી પેટિન શબ્દ "સેરાસમ" પરથી ઉતરી આવે છે. આજના ટર્કીમાં આવેલા ગીરેસન (એ રોમન ભાષામાં "સેરેસસ")નામના સ્થલેથી ચેરી સૌ પ્રથમ વખત યુરોપમાં નિકાસ કરવામાં આવી હતી.[]

વન સંપદા

[ફેરફાર કરો]

ચેરીના વૃદો ઘણી ઈયળોને ખોરાક પૂરો પાડે છે. ખાસ કરીને લેપીડોપેટ્રા પ્રજાતિની ઈયળો.

વાવેતર

[ફેરફાર કરો]

વાવેતર સ્વરૂપની જાતિઓમાં જંગલી ચેરી અને ખાટી ચેરીનો સમાવેશ થાય છે.બંને પ્રજાતિઓ યુરોપ અને પશ્ચિમ એશિયામાં ઉત્પન્ન થાય છે; જે ક્રોસ-પરાગકણ ઉત્પાદન નથી.અન્ય કેટલીક જાતિઓ, ખાદ્ય ફળ હોવા છતાં તે વપરાશ માટે બહુ ઉગાડવામાં આવતી નથી.સિંચાઇ, છંટકાવ, મજૂર અને તેમના વરસાદ અને કરાથી નુકસાન થવાના લક્ષણને લીધે, તે સાપેક્ષ રીતે ખર્ચાળ છે.છતા તે બન્ને ફળની વધારે માંગ છે.વ્યાવસાયિક ઉત્પાદનમાં, ચેરીની ખેતી એક યાંત્રિક 'શેકર' નો ઉપયોગ કરીને કરવામાં આવે છે.[]મોટા ભાગે ચેરીની પસંદગી જાતે હાથ વડે કરવામાં આવે છે જેથી ફળ અથવા વૃક્ષોને કોઈ નુકસાન ન થાય.

પાકવાની ઋતુ

[ફેરફાર કરો]

ચેરીઓને પાકવાની ઋતુ અત્યંત ટૂંકી હોય છે. તેઓ સર્વ સમષીતોષ્ણ વાતાવરણમાં પાકે છે. ચેરીની પાકવાની પ્રમુખ ઋતુ ઉનાળો છે. ઓસ્ટ્રેલિયામાં તેઓ ડિસેમ્બરની અંતમાં, દક્ષિણ યુરોપમાં જૂન માસમાં દક્ષિણ બ્રિટિશ કોલમ્બિયા (કેનેડા)માં તે જુલાઈ અને મધ્ય ઑગસ્ટમાં અને યુ.કે.માં મધ્ય જુલાઈમાં ચરમ પર હોય છે.

કોર્ડિયા નામની જાતિ ડિસેમ્બરની શરૂઆતમાં સૌથી પ્રથમ પાકતી હોય છે અને લેપીન્સ પીક નામની જાતિ ડિસેમ્બરની અંતમાં પાકે છે અને ત્યાર બાદ સ્વીટહાર્ટ્સ પાકે છે.

દરેક સમષીતોષ્ણ વ્રક્ષની માફક ચેરીના બીને પણ ફલીત થવા ઠંડીની જરૂર હોય છે. આ એક એવી રચના હોય છે જેને કારણે બીજ પાનખર ઋતુમાં ફલીકરણ રોકે છે. જો તેઓ શરદમાં ફલિત થાય તો તેઓ શિયાળાની કાતિલ ઠંડીનો સામનો કરી શકે નહિં. અના ખાડાને ઠંડાપાડીને પાનખરમાં વાવી દેવાય છે અને વસંતમાં ફણગા ફૂટે છે. અંકુર ફૂટ્યાં પછી ૩ થી ૪ વર્ષે તેના પર ફળો પાકે છે અને તેને સંપૂર્ણ પુખ્ત બનતા ૭ વર્ષ લાગે છે. ઠંડીની જરૂરિયાતને કારણે પ્રૂનસ પ્રજાતિના કોઈ પણ વૃક્ષ ઉષ્ણ કટિબંધમાં ઉગતાં નથી.

આર્થિક ઉત્પાદન

[ફેરફાર કરો]
વિષ્વવ્યાપી ચેરીનું ઉત્પાદન

૨૦૦૭માં વિશ્વમાં ચેરીનું ઉત્પાદન લગભગ ૨૦ લાખટન જેટલું હતું. કુલ ઉત્પાદનના ૪૦% પાક યુરોપમાં થાય છે અને ૧૩% ઉત્પાદન ઉત્તર અમેરિકામાં થાય છે.

યુરેશિયા

[ફેરફાર કરો]

યુરિશિયામામ્ મુખ્ય ચેરી ઉત્પાદન ક્ષેત્રો ટર્કી (એનાટોલિયા), ઈટલી અને સ્પેનમાં આવેલા છે. અમુક પ્રમાણમાં બાલ્ટિક રાજ્યોમાં અને દક્ષીણી સ્કેન્ડેનાવીયામાં પણ તેનું વાવેતર થાય છે.

ઉત્તર અમેરિકા

[ફેરફાર કરો]

ઉત્તર્ અમેરિકામાં ચેરીનો પાક વૉશિંગ્ટન, કેલિફોર્નિયા, ઓરેગોન વિસ્કોન્સીન અને મિશીગનમાં લેવામાં આવે છે.[] બિંગ, બ્રુક્સ, ટુલૅર, કિંગ, સ્વીટહાર્ટ અને રેનડિયર એ મીઠી ચેરીની મહત્ત્વની પ્રજાતિઓ છે []મોન્ટાનાના ચ્લેથેડ લેક વિસ્તારમાં ચેરી વાવવામાં આવે છે. .[૧૦] ઓરેગોન અને મિશિગનમાં હલકા રંગની રોયલ ઍન વાવવામાં આવે છે જેનો ઉપયોગ મેરાસ્ચીનો ચેરી પ્રક્રીયામાટ્ થાય છે. સૌથી ખાટી ચેરીઓ કે ટાર્ટ ચેરીઓ મિશિગન ઉટાહ અને ન્યુયોર્કમાં વવાય છે. [] આ સિવાય કેનેડાના ઓન્ટૅરિયો અને બ્રિટિશ કોલમ્બિયામાં સ્થાનીય અને અસ્થાનીય ચેરીઓ રોપાય છે. નાનકિંગ અને ઈવન્સ ચેરી એ ખાટીચેરીના અન્ય ઉદાહરણો છે. મિશિગનમાં આવેલ ટ્રાવર્સ સીટીને વિશ્વની ચેરીની રાજધાની કહેવાય છે. અહીં રાષ્ટ્રીય ચેરી મહોત્સવ યોજાય છે અને અહીં વિશ્વની સૌથી મોટી ચેરી પાઈ બનાવવામાં આવે છે. મિશિગનનું ઉત્તરી ક્ષેત્ર ટાર્ટાચેરીના ઉત્પાદનમાટે જાણીતું છે તેને ટ્રાવર્સ બે તરીકે ઓળખવામાં આવે છે.

ઑસ્ટ્રેલિયા

[ફેરફાર કરો]

ઑસ્ટ્રેલિયામાં ઉત્તરી ક્ષેત્ર સિવાય સમગ્ર વિસ્તારમાં ચેરી ઉગાડવામાં આવે છે. મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો સાઉથ વેલ્સ, વિક્ટોરિયા અને ટાસ્માનિયા રાજ્યો છે. પશ્ચિમી ઑસ્ટ્રેલિયામાં ઉંચાઈ વાળા સ્થળો એ ચેરી ઉગાડવામાં આવે છે. યંગ, ઓરેન્જ બેટહર્ષ્ટ વેન્ડીન, મુરેની ખીણ દક્ષિણ ઑસ્ટ્રેલિયાની એડેલાઈડ પર્વતમાળા અને ટાસ્માનિયાના હ્યુઓન અને ડેરવેન્ટની ખીણએ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ ચેરી ઉત્પાદક ક્ષેત્રો છે.

એમ્પ્રેસ, મર્ચંટ, સુપ્રિમ, રોન્સ સીડલીંગ, ચેલન, વૅન, બિંગ, સ્ટેલા, નોર્ડવુન્ડર, લૅપિન્સ, સાયમન રેજિના, કોર્ડિયા અને સ્વીટાહાર્ટા એ ઋતુઓના ક્રમ અનુસાર ઑસ્ટ્રેલિયાની ચેરીની મુખ્ય પ્રજાતિઓ છે. આ સિવાય નવી પ્રજાતિઓ ઉછેરવામાંઆવે છે જેમકે મોડેથી પાકતી સ્ટૅકૅટો અને વહેલી પાકતી સેકીયા. ઓસ્ટ્રેલિયન ચેરી બ્રીડિંગ પ્રોગ્રામ (ચેરી ઉછેર કાર્યક્રમ) નવી રજાતિના વિકાસ પર કાર્ય કરી રહ્યું છે. [૧૧]

ન્યુ સાઉથ વેલ્સના યંગ શહેરને ઑસ્ટ્રેલિયાની ચેરી રાજધાની કહે છે. અને અહીં પન રાષ્ટ્રીય ચેરી મહોત્સવ ઉજવાય છે.

પોષક તત્વો

[ફેરફાર કરો]
ચેરી (મીઠી, ખાધ્યભાગ, ગર)
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ263 kJ (63 kcal)
કાર્બોદિત પદાર્થો
16 g
શર્કરા13 g
પોષક રેષા2 g
0.2 g
1.1 g
વિટામિનો
વિટામિન સી
(8%)
7 mg
મિનરલ
લોહતત્વ
(3%)
0.4 mg
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

ચેરીના લાલ દ્રવ્યમાં એન્થોસ્યાનીન નામનો પદાર્થ રહેલો હોય છે. ઉંદર પરના પ્રયોગોમાં એવું જણયું છે કે એન્થોસ્યાનીન દર્દ અને બળતરામાં રાહત આપે છે. [૧૨] એન્થોસ્યાનીન એ એક મહત્ત્વ પૂર્ણ એન્ટીઓક્સિડેન્ટ છે અને તે ઘણા સ્વાસ્થ ફાયદાઓ ધરાવે છે. ચેરી માર્કેટિંગ ઈન્ષ્ટીટ્યૂટે એક અભ્યાસ કરાવ્યો હતો તેમાં ઊંદરોને ચરબી યુક્ત ખોરાક ટાર્ટ ચેરી સાથે અપાયો હતો. તેમાં જણાયું હતું કે ટાર્ટ ચેરી સાથે ચરબી યુક્ત ખોરાક ખાનારા ઉંદરોમાં ચરબી તેટલી વધી નહતી. વળી તેમના રક્તમાં હ્રદય રોગ અને મધુપ્રમેહને લાગતા લક્ષણો પણ ઓછા હતાં, અને તેમનામાં અન્ય ઉંદરોની સરખામણીએ કોલેષ્ત્રોલ અને ટ્રાયગ્લિસેરાઈડ્સ પણ ઓછા હતાં.[૧૩]

અન્ય માહિતી

[ફેરફાર કરો]

સુકવણી કરેલી ચેરીને રાસબેરીના અર્ક સાથે મેળવી રાઝચેરીના નામે વેચવામાં આવે છે. અમુક ચેરી પ્રજાતિના વૃક્ષનું લાકડું સુંદર રાચરચીલું બનાવવા વપરાય છે. [૧૪]

  1. Goncalves, Berta (20). "Leaf structure and function of sweet cherry tree (Prunus avium L.) cultivars with open and dense canopies". Scientia Horticulturae. Scientia Horticulturae. 116 (4): 381–387. Unknown parameter |month= ignored (મદદ); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |access-date=, |date=, and |year= / |date= mismatch (મદદ); |access-date= requires |url= (મદદ)
  2. ઢાંચો:CathEncy
  3. The curious antiquary John Aubrey (1626–1697) noted in his memoranda: "Cherries were first brought into Kent tempore H. viii, who being in Flanders, and likeing the Cherries, ordered his Gardener, brought them hence, and propagated them in England." Oliver Lawson Dick, ed. (1949). Aubrey's Brief Lives. Edited from the Original Manuscripts. પૃષ્ઠ xxxv.CS1 maint: extra text: authors list (link)
  4. "All the cherry gardens and orchards of Kent are said to have been stocked with the Flemish cherry from a plantation of 105 acres in Teynham, made with foreign cherries, pippins [ pippin apples ], and golden rennets [goldreinette apples], done by the fruiterer of Henry VIII." (Kent On-line: Teynham Parish)
  5. The civic coat of arms of Sittingbourne with the crest of a "cherry tree fructed proper" were only granted in 1949, however.
  6. A History of the Vegetable Kingdom, Page 334.
  7. Chainpure (2009-06-23). "Soul to Brain: Wow! Its Cherry Harvesting". Chainpure.com. મેળવેલ 2011-11-26.
  8. ૮.૦ ૮.૧ Cherry Production (Report). National Agricultural Statistics Service, USDA. June 23, 2011. ISSN 1948-9072. http://usda.mannlib.cornell.edu/usda/current/CherProd/CherProd-06-23-2011.pdf. Retrieved 2011-10-06. 
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-12-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-29.
  10. [૧] સંગ્રહિત ૨૦૧૨-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન Sweet Cherries Of Flathead Lake, Retrieved on August 28, 2009
  11. "ANNUAL INDUSTRY REPORT 08 • 09" (PDF). Horticulture Australia Limited (HAL). મૂળ (PDF) માંથી 2012-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-29.
  12. Tall JM, Seeram NP, Zhao C, Nair MG, Meyer RA, Raja SN, JM (2004). "Tart cherry anthocyanins suppress inflammation-induced pain behavior in rat". Behav. Brain Res. 153 (1): 181–8. doi:10.1016/j.bbr.2003.11.011. ISSN 0166-4328. PMID 15219719. Unknown parameter |month= ignored (મદદ); |first2= missing |last2= (મદદ); |first3= missing |last3= (મદદ); |first4= missing |last4= (મદદ); |first5= missing |last5= (મદદ); |first6= missing |last6= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  13. "Tart Cherries May Reduce Heart/Diabetes Risk Factors". Newswise, Retrieved on July 7, 2008.
  14. Encyclopedia Britannica. 1994–2009.CS1 maint: date format (link)