લખાણ પર જાઓ

ઇટાનગર

વિકિપીડિયામાંથી

ઇટાનગર શહેર ભારતના ઉત્તર પૂર્વ છેડે આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યનું પાટનગર છે. ઈટાનગર તેના પર્વતીય ભૂપૃષ્ઠના કારણે ખુબ જ રળીયામણું શહેર છે. આ શહેર હિમાલયની તળેટીમાં વસેલું છે. સમુદ્રતળથી આ સ્થળની ઊંચાઈ ૩૫૦ મીટર જેટલી છે.

આ શહેર અરૂણાચલ પ્રદેશની રાજધાની હોવાને કારણે, અહીં સુધી આવવા માટે સડક માર્ગોની ખુબ જ સારી વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગુવાહટી અને ઈટાનગરના નાહરલાગુન વચ્ચે હેલીકૉપ્ટર સેવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પર્યટક બસો દ્વારા પણ ગુવાહટીથી ઈટાનગર પંહોચી શકાય છે. ગુવાહટીથી ઈટાનગર સુધી ડીલક્સ બસ પણ દોડે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]